રામ વન

રાજકોટના આજીડેમ નજીક અર્બન ફોરેસ્ટમાં ૪૭ એકરમાં રામવન ઊભું કરવામાં આવ્યું છે. જ્યારે આ રામ વનમાં ભગવાન રામના જીવન સાથે સંકળાયેલા અલગ અલગ પ્રસંગોને વણી લેવામાં આવ્યા છે. તેમજ અહી ૩૦ ફૂટની રામ મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે. ત્યારે રાજકોટ અને અન્ય જિલ્લાઓમાંથી આવતા મોટા પ્રમાણમાં લોકો રામવનની મુલાકાત પણ લેતા હોય છે. એવામાં અયોધ્યા ખાતે ભગવાન રામને મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ ખાતે શ્રીરામના જીવન સાથેની થીમ જોડાતા આ જગ્યા લોકો માટે પૌરાણિક કાળનાં જીવંત અનુભવ જેવી બનાવી શકાય એવો ઉદ્દેશ્ય છે. જેનો મુખ્ય દરવાજો ધનુષબાણ આકારનો છે અને ભગવાનશ્રી રામના જીવનકવનને જીવંત કરવાનો પ્રયત્ન કરાયો છે. આ ઉપરાંત રામવનમાં રામ સેતુ બ્રીજ, એડવેન્ચર બ્રિજ, કુદરતી પાણીના સ્રોતનું નવીનીકરણ, ચિલ્ડ્રન પ્લે-ગ્રાઉન્ડ, ૧૫૦ની કેપેસિટીનું એમફીથિયેટર, રાશિવન અન્ય આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે. આ ૮૦,૦૦૦ જેટલી પ્રજાતિના ૨૫ જેટલા બ્લોકમાં જે પૈકી ૨ બ્લોકમાં મીયાવાકી થીમ આધારીત પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. આ પધ્ધતિનો ઉપયોગ કરીને પશુપક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વર્ષાવનોના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. રામવનના સમગ્ર વિસ્તારના વૃક્ષોનું ડ્રીપ ઇરીગેશન પદ્ધતિથી પીયત આપવામાં આવશે. જેથી પાણીનો વપરાશ ન્યૂનતમ થાય અને વિકાસ પામનાર વૃક્ષો માટે સિપેજ રિસાયકલ પાણીનો જ ઉપયોગ કરવામાં આવશે.

રામવનનો પ્રવેશ દ્વાર ભગવાન રામના ધનુષ આકારનો બનાવવામાં આવ્યો છે. પ્રવેશદ્વારથી અંદર જતા ભગવાન રામની વિશાળ પ્રતિમા રાખવામાં આવી છે. તેનાથી આગળ જટાયુ ચોકમાં જટાયુ દ્વાર છે.

આ ઉપરાંત ભગવાન રામનો રાજ્યાભિષેક,હનુમાનજી દ્વારા જડીબુટીનો આખો પર્વત લઈ આવવાનો પ્રસંગનું પણ સ્કલ્પ્ચર મૂકવામાં આવ્યું છે.ભગવાન રામ અને સીતા હરણને નિહાળતા હોય તેવી પ્રતિમા પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે.આ ઉપરાંત રામવનમાં આવેલા એક તળાવમાં રામસેતુ પણ બનાવવામાં આવ્યો છે.ખૂબ જ સુંદર રીતે રામવનનું પ્રકૃતિ વચ્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.